ઉંચા વ્યાજ ધીરાણ કરી પઠાણી ઉઘરાણી કરી વ્યાજ વટાવ ગુન્હાઓ આચરતા તત્વો સામે પોલીસની લાલ આંખ મોરબી : મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના અપાઈ હતી. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસામાજીક તત્વો માધવ જીવણભાઇ જીલરીયા (રહે. શકત શનાળા) તથા શક્તિસિંહ દીલીપસિંહ ઝાલા (રહે. પંચાસર) અવાર-નવાર ઉંચા વ્યાજ ધીરાણ કરી પઠાણી ઉઘરાણી કરી વ્યાજ વટાવ ગુન્હાઓ આચરવાની ટેવ વાળા તથા જાહેર વ્યવસ્થા વિરૂધ્ધના કૃત્યો કરતા હોવાથી આવા કૃત્યો અટકાવી કાયદો વ્યવસ્થા જાળવવા આ ઇસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ હતી. જે અન્વયે મોરબી જીલ્લાના કલેક્ટરે પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતું. તેથી, આ બન્ને ઇસમોને પકડી પાડી વોરંટની બજવણી કરી સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.