રાજ્ય સરકારના ગૃહ વિભાગે ૨૪ પીએસઆઈની બદલીનો ઘાણવો કાઢ્યો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્યના ગૃહ વિભાગે ૨૪ પીએસઆઇની બદલીનો ઘાણવો કાઢ્યો છે જેમાં મોરબીના મહિલા પીએસઆઇ અર્ચનાબેન રાવલ અને ઘેલાભાઈ ગઢવીનો સમાવેશ થાય છે, આ બદલી હુકમ અન્વયે પીએસઆઇ અર્ચનાબેન રાવલ કચ્છમાં મુકાયા છે અને ગઢવી ઘેલાભાઈને સુરેન્દ્રનગર જિલ્લામાં મુકવામાં આવ્યા છે.