મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં નેતાઓની કામગીરીના હિસાબોના થશે લેખા જોખા મોરબી : તારીખ 5 નવેમ્બરને રવિવારે મોરબી ખાતે ટીવી નાઇન ગુજરાતી ચેનલ દ્વારા ચૂંટણી ચોરાનું આયોજન કરાયું છે,આ લાઈવ પ્રોગ્રામમાં મોરબીના સળગતા પ્રશ્નોથી લઈ આટલા વર્ષોમાં નેતાઓ દ્વારા થયેલી કામગીરીના લેખા જોખા થશે. અગ્રણી ટીવી ચેનલ ટીવી નાઇન ગુજરાતી દ્વારા મોરબીથી LIVE ચૂંટણીના માહોલનો સુપરહિટ શો 'ચૂંટણીનો ચોરા'નું મોરબીથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેમાં જનતા પૂછશે નેતાઓને સણસણતા સવાલ અને નેતાઓની કામગીરીનો થશે હિસાબ-કિતાબ. નવયુગ શૈક્ષણિક સંકુલ, વિરપર, રાજકોટ હાઇવે, મોરબીથી લાઇવ ચૂંટણીનો ચોરાનું પ્રસારણ આવતીકાલે રાત્રે ૮ કલાકે ટીવીનાઇન ગુજરાતી ચેનલ પર જોવા મળશે. તેવું ટીવી નાઈનના રિપોર્ટર રાજેશ અંબાલિયાની યાદીમાં જણાવાયું છે.