ગેસ્ટ હાઉસમાં રોકાયેલા બિહારના યુવાનની બેગમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબી નજીક પીપળીયા ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ્ટ હાઉસમાં રોકાયેલા બિહારના યુવાનની બેગમાંથી તસ્કરો કુલ રૂ. 2.58 લાખની માલમતાની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ પાસેથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક પીપળીયા ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં તસ્કરો ખાબકયા હતા અને બિહારના યુવાનના રૂમમાં પ્રવેશ કરી તેની બેગમાંથી રૂ.2.58 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે મૂળ બિહારના વતની અને હાલ મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ સદાશિવ હોટલની બાજુમાં આવેલ દેવરાજભાઈ સાંમતભાઈના ગેસ્ટ હાઉસમાં રહેતા મૃત્યુંજયકુમાર શ્રીરામ ઓધ તિવારી ઉ.વ.30 નામના યુવાને આજે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તે ગત તા.17 મેં ના રોજ બિહારથી કોઈ કામસર મોરબી આવ્યો હતો અને આ ગેસ્ટ હાઉસમાં રોકાયો છે. ત્યારે તસ્કરોએ તેના ગેસ્ટ હાઉસના રૂમને નિશાન બનાવ્યો હતો. તસ્કરો તેના રૂમમાં પ્રવેશીને તેની બેગમાં રહેલા રૂ.2.40 લાખની કિંમતના સોનાના દાગીના તથા એક મોબાઈલ અને પેન્ટના ખિસ્સામાંથી રૂ.10 હજાર રોકડા મળીને કુલ રૂ.2.58 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા. જોકે ગેસ્ટ હાઉસમાં ચોરીનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઇ છે. તાલુકા પોલીસે હાલ આ યુવાનની ફરિયાદ નોંધીને ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની મથામણ શરૂ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne