મોરબી : હાલમાં લોકડાઉન દરમિયાન વ્યાપાર-ઉદ્યોગોની પ્રવૃત્તિઓ બંધ હોવાથી પર્યાવરણ પ્રદુષણમુક્ત બન્યું છે. ત્યારે પર્યાવરણના જતન અર્થે મોરબીના કંડલા નેશનલ હાઇવે પર સ્થિત સિદ્ધિવિનાયક પ્રાઇવેટ કંપની LLP દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેના માટે 250 જેટલા છોડવાઓને રોપવામાં આવ્યા હતા. આમ, વૃક્ષારોપણ થકી કંપની દ્વારા પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવેલ છે.