બોટાદ જિલ્લાના સંગઠન પ્રભારીની ઉપસ્થિતિમાં સેવાભાવિ અગ્રણીઓ અને નવનિયુક્ત હોદેદારોનું સન્માન મોરબી : બોટાદ જિલ્લાના સંગઠન પ્રભારી મંજુલાબેન દેત્રોજાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન ભીમાણી અને મહામંત્રી હંસાબેન રંગપરિયા, મંજુલાબેન ચૌહાણ અને હોદ્દેદારો બહેનોની સાથે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી થાય અને વાતાવરણમાં શુદ્ધ ઓકિસજન મળે એના માટે સરતાનપર પાંજરાપોળમા 5 ફૂટના વડ અને પીપળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અંદાજે 4000 હજાર, ગાયો, ખુટિયા, વાછડા-વાછડી, બળદની સારસંભાળ રાખનાર અને 1 લાખથી વધારે વૃક્ષોનું જતન કરનાર જોધપર છાત્રાલયના નવનિયુક્ત પ્રમુખ પાટીદાર સમાજના આગેવાન અને પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ બોસનું અને હજારો વૃક્ષો વાવીને જતન કરનાર જીવરાજભાઈ લીખીયાનુ અને કોરોના કાળમાં છાત્રાલયમાં સેવા કરનાર રમેશભાઈ ભીમાણીનું મહિલા મોરચાના બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર ગામમાં મોરબી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન સોલંકી, ગોરધનભાઈ, લાલજીભાઈ અને ગ્રામજનોની મુલાકાત લઈ, માસ્ક વિતરણ અને વધુ વૃક્ષારોપણ કરવામાં આવે એની સમજ આપીને આગામી દિવસોમાં વૃક્ષારોપણ માટે આયોજન કર્યું હતું. બોટાદ જિલ્લાના સંગઠન પ્રભારીની જવાબદારી મળતા મંજુલાબેન દેત્રોજાનું સન્માન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેની મુલાકાત લઈને ત્યાં વનભોજન પણ કરવામાં આવ્યું હતું.