૫૦૮૯૦ રોકડ સાથે જુગારીઓને ઝડપી લેતી એલસીબી મોરબી : મોરબીના બંધુનગર પાસે વૈશાલી રોડલાઇન્સમાં જુગાર રમતા પાંચ આરોપીને ૫૦૮૯૦ ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં પાડતી મોરબી એલ.સી.બી.ને સફળતા મળી હતી. ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.જૈ.ચૌધરીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેરોડ બંધુનગર ઇટાલીકા કારખાના પાસે સીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ વૈશાલી રોડ લાઇન્સમાં ગંજીપત્તાના પાના વડે તીન પતિ નામનો જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં જુગાર રમી રહેલ હેમરાજભાઇ રતીલાલભાઇ ચાવડા રહે.મકનસર તા.મોરબી સુદામ દેવીદાસ ઠાકોર રહે.મોહાડી તા. ધુલીયા મહારાષ્ટ્ર, અનિલ ભાનુદાસ બોરસે રહે.મોહાડી તા. ધુલીયા અને રાજેશભાઇ …સુભાષભાઇ પાટીલ રહે.મોહાડી તા.ધુલીયા અને કાંતીલાલ માનસીંગભાઇ પવાર રહે.હિવરખેડા તા.પારોલા જલગાવ મહારાવાળાને રોકડા રૂ. ૫૦,૮૯૦ /તથા ગંજી પતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/મળી કૂલ રૂ.,૫૦,૮૯૦/ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ હતો.