આતંકીઓને સ્પોર્ટ કરતા કાશ્મીરના સ્થાનિકોને સબક શીખવવા ટુર્સ ઓપરેટરો બાદ ટ્રાન્સપોર્ટરો પણ મેદાને ઉતરવાની તૈયારીમાં મોરબી : મોરબીના એક ટ્રાન્સપોર્ટરે અનોખી પહેલ કરી છે. જેમાં પુલવામાંના આતંકી હુમલામા જવાનો શહીદ થયાની ઘટના સંદર્ભે ટ્રાન્સપોર્ટરે એવો નિર્ણય લીધો છે કે હંમેશા આતંકીઓને સ્પોર્ટ કરતા કાશ્મીરમા તેઓ ક્યારેય પોતાના વાહનો મારફતે માલ મોકલશે નહિ. કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીના આત્મઘાતી હુમલાથી દેશના ૪૪ જવાનો વીરગતિ પામ્યા છે. આ પ્રકારની અનેક ઘટનાઓ કાશ્મીરમા ઘટી છે. આવા સમયે સમગ્ર દેશ જ્યારે માતમ મનાવે છે ત્યારે કાશ્મીરના ઘણા લોકો ઉજવણી કરે છે. આ ઉપરાંત ત્યાંના ઘણા સ્થાનિકો આતંકીઓ તેમજ પાકિસ્તાનને સ્પોર્ટ કરે છે. જાહેરમા પાકિસ્તાનની તરફેણમા નારા લગાવતા માત્ર કહેવાતા ભારતના નાગરિકોને સબક શીખડાવવા માટે ઘણા ટુર્સ ઓપરેટરો મેદાને ઉતર્યા છે. કાશ્મીરના મોટાભાગના લોકો ટુરિઝમ પર નભે છે. ત્યારે ટુર્સ ઓપરેટરોએ કાશ્મીરનું બુકીંગ ન કરીને દેશ વિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા કાશ્મીરના સ્થાનિકોને આર્થિક રીતે તોડી પાડવાનો વ્યૂહ અપનાવ્યો છે. ત્યારે મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ આવેલા ઇન્ડિયન રોડલાઇન્સના સંચાલક ધર્મેન્દ્ર પટેલે પણ આ જ રીતે કાશ્મીરના સ્થાનિકોને સબક શીખવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રાન્સપોર્ટરે એવું જાહેર કર્યું છે કે તે હવે પછી ક્યારેય કાશ્મીરનો માલ પોતાના વાહનમાં લોડ નહિ કરે.