લક્ષ્મીનગર પાસે હાઇવે પર લાકડા ભરેલો ટ્રક અચાનક આગની ઝપટમાં આવી ગયો તો : ફાયર વિભાગે ત્રણ ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો મોરબી : મોરબી કંડલા બાયપાસ નજીક રાત્રીના એક ટ્રકમાં અચાનક જ આગ હતી. લાકડા ભરેલા ટ્રક થોડી જ વારમાં સંપૂર્ણઆગના હવાલે થઈ ગયો હતો. રાત્રીના ફાયર વિભાગે ત્રણ ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે. કંડલા બાયપાસ પાસે લક્ષ્મીનગર તરફ હાઇવે પર ગત રાત્રીના અંદાજે 1.30 કલાકે લાકડા ભરેલા ટ્રકમાં અચાનક જ આગ લાગી હતી. ટ્રક ડ્રાયવર હજુ કઈ સમજે ત્યાં થોડી જ મિનિટોમાં આગ આખા ટ્રકમાં ફેલાઈ ગઈ હતી. અને જોત જોતામાં ટ્રક આખો અગનગોળો બની ગયો હતો. ઘટના અંગે મોરબી ફાયરને જાણ થતા ફાયર વિભાગે ત્રણ ફાયર ફાયટરોની મદદથી ટ્રક પર પાણીમાંરો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના કોઈ જાણ હાનિ થઇ નથી. પરંતુ સતત ધમધમતા હાઇવે પર ટ્રક અગનગોળો બનતા હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી ટ્રકમાં આગ લગાવાનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી.