ધો. 8માં અભ્યાસ કરતી પંક્તિ મારવણીયાએ રાજ્યના કુલ 120 ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અનન્ય સિદ્ધિ મેળવીમોરબી : મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પંક્તિ મારવણીયાએ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ સતત 7 મેચ જીતી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી પંક્તિ મારવણીયાએ હાલમાં યોજાયેલી ખેલ મહાકુંભ 2025ની રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ગુજરાતના કુલ 120 ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અનન્ય સિદ્ધિ મેળવી છે. જેમાં બે દિવસ સુધી ચાલી રહેલી કઠિન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેની આ સિદ્ધિ એ માત્ર શાળા નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લાને પણ ગર્વ અપાવ્યો હતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને પંક્તિના માતા-પિતાની મહેનત માટે બધાએ અભિનંદન પાઠવ્યા હતા.