ગઈકાલે રાત્રે પાટા ક્રોસ કરવા જતાં ગંભીર રીતે ઘાયલ યુવાને રાજકોટ સિવિલમાં દમ તોડ્યો મોરબી : મોરબીમાં ફઈબાના ઘરે મહેમાન બનેલ મારવાડી યુવાન ગઈકાલે રાત્રે પાટા ક્રોસ કરવા જતાં ટ્રેન હડફેટે આવી જતા કરુંણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ કુબેરનગર અમદાવાદ ખાતે રહેતા અરજણભાઈ જીવણભાઇ સોલંકી, ઉ. ૩૫ નામનો યુવાન મોરબીના પાડાપુલ નીચે રહેતા તેના ફઈબાના ઘરે મહેમાન બન્યો હતો અને છેલ્લા આઠેક દિવસથી મોરબી આવ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પાડા પુલ ઉપરથી પિતાના ફઈબાના ઘરે જવા માટે પાટા ક્રોસ કરતી વેળાએ ટ્રેનની હડફેટ આવી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.