ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલિસ દ્વારા ઓમશાન્તિ વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો મોરબી : ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે મોરબી ઓમશાન્તિ વિધાયલયના બાળકોને ટ્રાફિક નિયમો અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. મોરબી ટ્રાફિક પોલીસ અને આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા આજે મોરબીના ઓમશાન્તિ વિદ્યાલયના બાળકોને પ્રોજેક્ટર મારફતે ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક સપ્તાહ ઉજવણી અંતર્ગત યોજયેલઆ માર્ગદર્શક સેમિનારમાં આરટીઓ ઇન્સ્પેકટર વ્યાસ, ટ્રાફિક પીઆઇ દાફડા અને શાળાના સંચાલકો તેમજ બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='18053,18054,18055,18056']