વાહનચાલકો પારાવાર પરેશાન, તંત્ર વહેલી તકે યોગ્ય નિકાલ લાવે તેવી માંગમોરબી : શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે, ત્યારે વીસી ફાટક પાસે કરવામાં આવેલા ખોદકામ બાદ રોડનું કોઈ જ રીપેરીંગ કામ ન થતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અહી ઘણા સમયથી આ સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના અત્યંત વ્યસ્ત ગણાતા વીસી ફાટક વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ રોડને પૂર્વવત કરવા માટે હજુ સુધી કોઈ જ રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી. રસ્તા પરના ખાડાના કારણે રસ્તો જોખમી બની ગયો છે. જેના પરિણામે અહીંથી પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને દરરોજ અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. સવાર અને સાંજના સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગી જાય છે. જેમાં ફસાઈને લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. આ ઉપરાંત વાહનોની અવરજવરથી ઉડતી ધૂળના કારણે રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. સ્થાનિક નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ તેમજ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ અધૂરું કામ પૂર્ણ કરી રસ્તો રીપેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. લોકોને આશા છે કે રસ્તાની આ સમસ્યાનો જલ્દીથી યોગ્ય નિકાલ લાવવામાં આવશે. #Morbi #MorbiUpdate #VCPhatak #TrafficJam #MorbiTraffic #MorbiNews #GujaratNews