મોરબી : બપોર બાદ મોરબી જિલ્લામાં આવેલા વાતાવરણના પલટાને કારણે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. જેથી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ ટંકારા- મોરબી સ્ટેટ હાઇવેના ઇન્ચાર્જ પટેલ સાહેબને તેમજ માળિયા- મોરબી- વાંકાનેર નેશનલ હાઇવેના ઇન્ચાર્જ સિંગ સાહેબ તેમજ શહેર માટે મહાનગરપાલિકાને અને ફાયર બ્રિગેડને ટેલીફોનથી જાણ કરેલ હતી તેમજ ટ્રાફિક શાખા દ્વારા હાઇવે તેમજ શહેરમાં સતત પેટ્રોલિંગ અને નિયમન કરવામાં આવ્યું હતું.ભારે પવનને કારણે મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વિવિધ સ્થળે વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો ત્યારે ટ્રાફિક પીએસઆઈઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા તંત્ર સાથે સંકલન કરીને ઝડપથી આ ઝાડ દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય કરવામાં આવી હતી. જેમાં મોરબીના સ્ટેશન રોડ પર, સામાકાંઠે પોસ્ટ ઓફિસ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, રવાપર ચોકડી પાસે, મોરબી-રાજકોટ હાઇવે પર અજંતા પાસે સહિતના જે જુદી જુદી જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા ત્યાં તમામ જગ્યાએ અને હાઇવે ઉપર જે વૃક્ષો પડી ગયા હતા ત્યાં ટ્રાફિક પોલીસે કામગીરી કરીને ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થા સંભાળી હતી.