ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં ડીઝલ રસ્તા પર ઢોળાયુંમોરબી: આજે તા.10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકની આસપાસ મોરબીના ભક્તિનગરથી શનાળા વચ્ચે ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં રસ્તા પર ડીઝલ ઢોળાયું હતું જેના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.મળતી માહિતી પ્રમાણે ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં ટેન્કરમાંથી ડીઝલ ઢોળાતા આ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમ્યાન રસ્તા પર તેમાં આગ ન લાગે તેની તકેદારી રાખતા ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર બ્રાઉઝર લઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. ત્યારે ભારે જેહમત બાદ ટ્રાફિક ક્લીઅર કરી ટેન્કરને સ્થળ પરથી હટાવી ટ્રાફિક ક્લીઅર કરવામાં આવ્યું હતું.