મોરબી : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2026 અન્વયે મકરસંક્રાતિના તહેવારો અનુસંધાને પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકને ગરદનમાં કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તે માટે મોરબી ટ્રાફિક શાખા દ્વારા શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાડી ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન ચાલકોએ પણ ટ્રાફિક શાખાના આ પગલાને આવકાર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.