મોરબી : કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મોરબીમાં આજે વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી એક વિશાળ રેલી કાઢી હતી અને આતંકી હુમલાના વિરોધમાં રોષપૂર્ણ રેલીમાં જોડાઇને વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને સાથે આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. મોરબીની અંદર આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ શહીદ જવાનો માટે પણ ઠેરઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સાથે મોરબીના ઉધોગકારો, વેપારી તેમજ દરેક ક્ષેત્રના લોકો સહિત પરિવારો માટે આર્થિક સહાયનો પણ ધોધ વાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ મોરબીવાસીઓમાં આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ હુમલાથી ભારે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે આજે મોરબીના વેપારીઓ આતંકવાદી હુમલાના વિરોધમાં સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ કરી એક વિશાળ રેલી રૂપે નીકળી પડ્યા હતા અને મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જ્યારે રેલી દરમિયાન માર્ગો પર વેપારીઓએ અન્ય વેપારીઓને પણ વિનંતી કરી તેમની દુકાનો બંધ કરવા અપીલ કરી હતી અને રેલીમાં જોડાવાનું આહવાન કર્યું હતું જેના કારણે મોરબીની મોટાભાગની મુખ્ય બજારોની દુકાનોના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી રેલીમાં જોડાયા હતા અને રેલી દરમિયાન આક્રોશભેર પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ સરકારને પાકિસ્તાન અને દેશના ગદ્દારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en