મોરબી:મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી હાથ ધરવામાં આવેલ ટાઉનહોલનું રીનોવેશન કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે અને આગામી 15 દિવસમાં કામ પૂર્ણ થયા બાદ ટુક સમયમા જ ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવશે. મોરબી નગરપાલિકા દ્વારા રૂપિયા દોઢ કરોડના ખર્ચે ટાઉનહોલનું રીનોવેશન કાર્ય હાથ ધરી છેલ્લા દોઢેક વર્ષથી અદ્યતન સુવિધાઓ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે,હાલમાં ટાઉનહોલમાં ફ્લોરિંગ,બેઠક વ્યવસ્થા,સેન્ટ્રલી એસી સહિતની સુવિધાઓની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. રીનોવેટ થયેલા અદ્યતન ટાઉનહોલમાં આરામદાયક 300 બેઠકોની સુવિધા છે,સેન્ટ્રલી એ.સી.,ઓટોમેટિક પડદા,20 વોટથી લઈ 36 વોટની 88 એલઇડી લાઈટ,સાઉન્ડપ્રુફ થિયેટર,500 વોટના 12 સ્પીકર,સ્ટેજમાં માઇક્રોફોન,એમ્પ્લીફાયરની સુવિધા,11 સીસીટીવી કેમેરા,સ્મોક ડિટેક્ટર,ફાયરની સુવિધા,સ્પોર્ટ લેજર,સ્ટ્રોંગ લાઈટ,પીપીસી કાર્પેટ,દીવાલ પર વુડ વોલ સહિતની સુવિધાથી ટાઉનહોલને સજ્જ કરાયો છે. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતુંકે ટાઉનહોલની કામગીરી પૂર્ણતાના આરે છે અને કામ પૂર્ણ થાય નવી સુવિધા માટે નવા ભાવ અંગે ઠરાવ પસાર કરી જનતા માટે અદ્યતન ટાઉનહોલ ખુલ્લો મુકાશે.