મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા સદગુરુ ફ્લાયર G.I.D.C. વાળા તથા ભાવિક ગજ્જર યુટ્યુબરના સંગીતના તાલે મહા આરતી તથા આતીષબાજી અને પ્રસાદી દીપ્રમાળાનું આયોજન કરાયું છે. આ દરમ્યાન તમામ શિવ ભક્તોને આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત પ્રવિણગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.