10 એપ્રિલના રોજ શિવ સૃષ્ટિ પેલેસ ખાતે યોજાશે કેમ્પ, ભાડજા પરિવાર દ્વારા લોકોને રક્તદાન કરવા અપીલમોરબી : મૂળ કુંતાસીના ભાડજા પરિવારના સ્વ. પાર્થ બળવંતભાઈ ભાડજા ગત 31 માર્ચ 2026 ના રોજ અવસાન પામ્યા છે. ત્યારે તેમની પવિત્ર સ્મૃતિમાં ભાડજા પરિવાર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તદાન શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રક્તદાન શ્રદ્ધાંજલિ કેમ્પ આગામી 10 એપ્રિલ 2026, શુક્રવારના રોજ સવારે 8:30 વાગ્યાથી શિવ સૃષ્ટિ પેલેસ, પાટીદાર નગર, આલાપ રોડ, મોરબી ખાતે યોજાશે.'રક્તદાન એ મહાદાન' છે અને એક વ્યક્તિના રક્તદાનથી અનેક લોકોના જીવ બચી શકે છે. આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીને સ્વ. પાર્થ ભાડજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કુંતાસીના ભાડજા પરિવાર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.આ કેમ્પમાં રક્તદાન કરવા માટે પોતાનું નામ નોંધાવવા ડો. મનોજ ભાડજા (9727871722) અથવા ડો. દીપ ભાડજા (8487870731) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #Tribute #SocialWork #MorbiNews