મોરબી : આધુનિક શિક્ષણ પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ દ્વારા જ મુખ્ય શિક્ષણ પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ભારતની જ નહીં પરંતુ વિશ્વની પ્રાચીનતમ ગણાતી સંસ્કૃત ભાષા તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જોકે જર્મની જેવા દેશોએ 'સંસ્કૃત ભાષા કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ માટે શ્રેષ્ઠ છે' તેવું વૈજ્ઞાનિક સંશોધન કર્યા પછી દુનિયાના ઘણા દેશો સંસ્કૃત ભાષા તરફ આકર્ષાયા છે. આવા સાંપ્રત પ્રવાહો વચ્ચે સંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃતના પ્રચાર, પ્રસાર અને ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. આ પ્રયાસના એક ભાગ રૂપે સંસ્કૃત ભારતી મોરબી દ્વારા એક વિશેષ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિચાર ગોષ્ઠિમાં વિવિધ વિદ્યાલયોના ટ્રસ્ટીઓ, શાળા સંચાલકો, વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ તમામ વિષયોના શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિચાર ગોષ્ઠિમાં સંસ્કૃત શા માટે, સંસ્કૃત વિના શિક્ષણ અધૂરું, સંસ્કૃત શીખવા તેમજ શીખવવાથી થતા ફાયદાઓ, નાના બાળકોને સંસ્કૃત શીખવવું અઘરું છે કે કેમ, કે.જી થી અથવા પહેલા જ ધોરણથી બાળકોને સંસ્કૃત શીખવી શકાય ? કે પછી અંગ્રેજી માધ્યમના બાળકોને સંસ્કૃત શીખવી શકાય ? જેવા સવાલોના તર્કબદ્ધ જવાબો આ વિચાર ગોષ્ઠિ દ્વારા મેળવવામાં આવનાર છે. તારીખ 4 એપ્રિલને ગુરુવારે સાંજે 6:15 વાગ્યાથી 7:30 સુધી આ વિચાર ગોષ્ઠિ શ્રી સરસ્વતી શિશુ મંદિર, નવા બસ સ્ટેન્ડની સામે, શનાળા રોડ મોરબી ખાતે આયોજિત કરવામાં આવી છે. જેના મુખ્ય વક્તા સુનિલભાઈ પરમાર ( વિદ્યા ભારતી દ્વારિકા વિભાગ મંત્રી ) છે. આયોજક કિશોરભાઈ શુક્લ , સંસ્કૃત ભારતી , મોરબી જિલ્લા સંયોજક દ્વારા શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલી તમામ શાળાઓ, શાળા ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલો તેમજ શિક્ષકોને આ ગોષ્ઠિનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.નં. 9825741868 તથા 9825633154 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news