મોરબી : મોરબીમાં રહેતા વસંતજતી હીરાજતી ગોસ્વામીને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ કાર્ડ, એટીએમ કાર્ડ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ તથા રોકડ રકમ ભરેલું પાકીટ રસ્તા પરથી મળી આવ્યું હતું. ડોક્યુમેન્ટની વિગતો પરથી વસંતભાઈએ પાકીટના મૂળ માલિક અંજુબેન નરેન્દ્રભાઇ જોષીનો સંપર્ક સાધી પાકીટ પરત કર્યું હતું. આમ, વસંતભાઈએ નિ:સ્વાર્થભાવે પાકીટ મૂળ માલિકને પહોંચાડી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.