રાજયમંત્રીના હસ્તે વોલ્વો એસટી બસનું પ્રસ્થાન કરાવાશે મોરબી : મોરબી એસટી ડેપો દ્વારા આવતીકાલે રવિવારથી મોરબીથી સીધા નાથદ્રારા જવા માટે વોલ્વો સ્લીપર એસટી બસ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજયમંત્રીના હસ્તે વોલ્વો એસટી બસનું પ્રસ્થાન કરાવાશે. મોરબીથી નાથદ્રારા જવા માંગતા લોકો માટે હવે એસટી તંત્ર દ્વારા વોલ્વો સ્લીપર બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મોરબીથી નાથદ્રારા જવા માટેની વોલ્વો સ્લીપર બસમાં 30 સીટો છે અને મોરબીથી નાથદ્રારા જવા માટેની વોલ્વો સ્લીપર બસ આવતીકાલે રવિવારથી શરૂ કરવામાં આવશે.જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે વોલ્વો એસટી બસનું પ્રસ્થાન કરાવાશે, આ બસ દરરોજ સાંજે 6-30 વાગ્યે મોરબીથી ઉપડશે અને નાથદ્રારાથી મોરબી પરત આવવા માટે ત્યાંથી સાંજે 6-30 ઉપડશે. તેમ ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું.