મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર છે. મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી કોચિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનારી ધો. ૧૨ પછી આપવામાં આવતી વર્ગ ૩ (તલાટી, કલાર્ક, સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ) વગેરે ભરતી આવનાર છે. જેની તૈયારીના ભાગરૂપે મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે ફ્રિ કોચિંગ ક્લાસ શરૂ કરાશે. આ ક્લાસિસમાં મોરબી, રાજકોટ, જામનગરના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સિલેબસ મુજબ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. આ સ્પર્ધાતમક પરીક્ષાના કલાસીસમાં જોડાવવા માટે મોરબી જિલ્લામાં વસતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં ડો. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી, મિડલ સ્કુલની બાજુમાં રેલ્વે સ્ટેશન સામે મોરબીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે રાહુલભાઈ (મો. 80000 11877), મહેશભાઈ મો. (99138 97605) અથવા કૌશિકભાઈ મો. (97235 00777)નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..