મોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા આવતીકાલે શનિવારે ગર્ભ વિજ્ઞાન તેમજ અષ્ટાંગ આયુર્વેદ પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાનમાં વક્તા વૈદ્ય મેહુલભાઈ આચાર્ય (ph.d. દર્શનશાસ્ત્ર/આયુર્વેદ) માર્ગદર્શન આપશે. વ્યાખ્યાન આવતીકાલે તારીખ 16/7/2022 ને શનિવારે બપોરે 4:00 થી 6:00 કલાકે ધનવંતરી ભવન, વેદ સભા હોલ, કાયાજી પ્લોટ-3, મહેશ હોટલ વાળી શેરી, હનુમાનજી મંદિર પાસે, મોરબી ખાતે યોજાશે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ સંસ્થા છેલ્લા 50 વર્ષથી આયુર્વેદિક ક્ષેત્રમાં કાર્ય કરે છે. મોરબીમાં છેલ્લા ચાર વર્ષથી મંત્રોષધીથી નિ:શુલ્ક સુવર્ણ પ્રાસન કેન્દ્ર ચલાવે છે. જેમાં 2500 જેટલા બાળકો લાભન્વીત થાય છે. આ વ્યાખ્યાનનો લાભ લેવા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ પરિવારના ડોક્ટર જયેશભાઈ પનારા તથા અશ્વિનભાઈ રાઠોડ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 98258 82241, 96645 64087 પર સંપર્ક કરવો.