મોરબી : મોરબીના ટીમ્બડી ગામ નજીક સનમાઈકાની ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના દોઢ વર્ષના બાળકને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ મોરબીના ટીમ્બડી ગામ નજીક આવેલ રિઝોન લેમીનેટ્સ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં રહેતા મનુભાઈ ઠાકોરના દોઢ વર્ષના પુત્ર રજીનને ઝેરી જનાવર કરડી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડેલ છે.