મોરબી : સરતાનપર રોડ ઉપર આવેલ કેપ્રોન વટ્રીફાઇડ સીરામીક કંપની દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જેમાં આ સીરામીક ફેકટરી દ્વારા વડાપ્રધાન મોદીના ફોટા વાળી 600x1200ની ટાઇલ્સ બનાવીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ કાર્યક્રમો થકી એમના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબી નજીક સરતાનપર રોડ ઉપર આવેલ કેપ્રોન વિટ્રીફાઇડ સીરામીક કંપની દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસે તેમને અનોખી રીતે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જેમાં સારામાં સારા સ્વદેશી રો-મટિરિયલ્સ અને તેને અનુરૂપ ગુણવત્તામાં વધારો કરી શકે તેવી બેસ્ટ ક્વોલિટી ઇમ્પોટેડ મટિરિયલ્સ વાપરી ઉત્તમ ક્વોલિટીની વિટ્રીફાઇડ ટાઇલ્સ બનાવતી કેપ્રોન વિટ્રીફાઇડ સીરામીક કંપની દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે એમના ફોટાવાળી 600x1200 એમ.એમ સાઉઝની ટાઇલ્સ બનાવીને નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.