મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબીની અવિરત સેવાના ભાગરૂપે ગઈકાલે COVID-19 અનુલક્ષીને તેની જાગૃતિના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો દ્વારા રોટરી ક્લબના લોગોવાળા માસ્ક બનાવીને મોરબી મહિલા પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ જવાનોને તેમજ ગાંધી ચોક પેટ્રોલ પંપ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળતા તમામ લોકો માટે માસ્ક વિતરણ કરેલ છે. આ પ્રોજેક્ટ દરમિયાન મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ), ક્લબના સભ્યો હરીશભાઈ શેઠ, અશોકભાઈ મહેતા, કમલેશભાઈ દફ્તરી, અબ્દેઅલી કાપડીયા, પિયુષભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતા.