મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર વિસ્તારના વોકળાના કાંઠે જુગાર રમતી ત્રણ મહિલાને ઝડપી લીધી હતી. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર વિસ્તારના વોકળાના કાંઠે જુગાર રમતી વિનુબેન દીનેશભાઇ વરાણીય, ખતીજાબેન અબ્બાસભાઇ ભટી, યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચાણીયા નામની ત્રણ મહિલાને રોકડા રૂ.૨,૨૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.