મોરબી : મોરબીમાં બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે સામાકાંઠા વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.જોકે દેશી દારૂની રેડ દરમિયાન અન્ય બે શખ્સો હાજર નહિ મળી આવતા તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દેશી દારૂ ભઠ્ઠી ઉપરની રેડની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.બી.ગઢવી સહિતનો સ્ટાફ ગઈકાલે સામાકાંઠે પેટ્રોલીગ કરી રહ્યો હતો.ત્યારે બી ડિવિઝન સ્ટાફના કિશોરદાન ગઢવી અને એ.પી.જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સામાકાંઠે ટીંબાવાળા મેલડી માતાના મંદિરેથી લાભનગર જવાના રસ્તે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે.આ પ્રકારની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે તે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી.પોલીસે સ્થળ પરથી 1450.લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો,50 લીટર ગરમ આથો,40.લીટર દેશી દારૂ તથા દારૂ બનાવવાના સંધનો મળીને કુલ રૂ. 6620 નો મુદ્દામાલ સાથે આરોપીઓ રામભાઈ બાબુભાઇ સલાણી,રમેશભાઈ ધનજીભાઈ સોમાણી,શામજીભાઈ પોપટભાઈ ચાવડાને ઝડપી લીધા હતા.જ્યારે રેડ દરમિયાન કિશોરભાઈ લાભુભાઈ કગથરા ,સુનિલ કિશોરભાઈ કગથરા હાજર ન મળી આવતા બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.