Morbi: મોરબીના કોઠાવાળી મચ્છો માતાજીના મંદિરે આગામી તારીખ 2મે થી 4 મે સુંધી ત્રી-દિવસીય શતચંડી યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મચ્છુ મા બાળ મંડળ- મોરબી (વિપુલભાઈ ખીંટ) દ્વારા મોરબીમાં આવેલા કોઠાવાળી મચ્છો માતાજીના મંદિરે શતચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. તારીખ 2 મે થી 4 મે સુંધી ત્રણ દિવસ સુધી મચ્છો માતાજીના સાનિધ્યમાં શતચંડી યજ્ઞ ચાલશે. જેમાં યજ્ઞના આચાર્ય પદે પંડિત હસુઅદા (દ્વારકાવાળા) હાજરી આપશે. તારીખ 4 મે ને શનિવારના રોજ રાત્રે 10-30 કલાકે કલાકાર જે.કે. ટીંબા ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે.