મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી ગોપાલભાઇ ઉર્ફે ગોવિંદભાઇ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઇ સોલંકી, રહિમભાઇ છોટુભાઇ શેખ અને યુસુફખાન અકબરખાન પઠાણ, રહે.વાવડી રોડ શ્રીજીપાર્ક, મોરબી નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબ્જે જુગારધારા મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.