શહેરના રાજમાર્ગોનું વરસાદમાં ધોવાણ થતા લોકોને પડતી ભારે મુશ્કેલી : 1 માસમાં માર્ગોનું રીપેરીંગ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી મોરબી : મોરબીમાં તંત્રના પાપે ધીમીધારે પડતા વરસાદમાં પણ મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા છે. માર્ગો એટલી હદે ખંડિત થઈ ગયા છે કે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તેવી બદતર સ્થિતિ થઈ ગઈ છે. શહેરના કહેવાતા રાજમાર્ગો મગરની પીઠ સમાન બની જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આથી સામાજિક કાર્યકરોએ કલેક્ટને રજુઆત કરીને એકમાસમાં ખરાબ થયેલા તમામ રોડનું યોગ્ય રીતે રીપેરીંગ ન થાય તો નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે , જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યાએ કલેકટરને રજુઆત કરી હતી કે, છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે મોરબીમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જોકે હજુ સુધી ભારે વરસાદ પડ્યો નથી.તેમ છતાં પણ ધીમીધારે પડતા વરસાદમાં પણ તંત્રની પોલ ખુલ્લી પડી છે. જેમાં વરસાદથી શહેરના મુખ્યમાર્ગો હોય કે શેરી ગલીના અંદરના માર્ગો હોય મોટાભાગના માર્ગોનું ધોવાણ થવાની સાથે તંત્રની આબરુનું પણ ધોવાણ થયું છે. તેમાંય 24 કલાક સતત ટ્રાફિકથી ધમધમતા શહેરના મુખ્યમાર્ગોની એટલી હદે બદતર સ્થિતિ થઈ ગઈ છે કે વાહનચાલકો વાહન ચલાવવામાં જરાય ઉતાવળ કે ભૂલથી ગફલત કરી બેસે તો એનું આવી જ બન્યું હોય તેવી ગંભીર હાલત છે. શહેરના મુખ્યમાર્ગોની હાલત જોઈએ તો નહેરુ ગેટ રોડ, શાક માર્કેટ રોડ, ગાંધીચોકથી તખ્તસિંહજ રોડ, નવાડેલા રોડ, ગેસ્ટ હાઉસ રોડ, શનાળા રોડ, રવાપર રોડ, વાવડી રોડ, પંચાસર રોડ , લીલાપર રોડ સહિતના મોટાભાગના માર્ગો પર ઠેરઠેર ખાડા પડી ગયા છે અને રોડ ખાડાના અખાડા બની જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તેમજ વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર ધ્યાન આપતું ન હોવાથી લોકોની કઠણાઈ વધી રહી છે. આથી સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને પાલિકા તંત્ર એક માસ સુધીમાં રોડના યોગ્ય રીતે રિપેરીગ કામ હાથ નહિ ધરે તો નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. તંત્રની આળસને કારણે લોકોને રોડની કરવી પડતી મરમત રોડમાં ખાડા પડી ગયા બાદ તંત્ર રિપેરીગ કામ કરવામાં ભારે ઉદાસીનતા દાખવે છે. શેરી ગલીના રોડ ખરાબ થઈ જવાથી લોકોને હાલાકી પડતી હોવાથી આ બાબતે તંત્રને અનેક વખત રજુઆત કરે છે. તેમ છતાં આ રજુઆત તંત્રના બહેરા કાને અથડાતી નથી. ત્યારે સામાકાંઠે આવેલ સોસાયટીમાં હમણાં લોકોએ જાતે જ માર્ગનું રિપેરીગ કર્યું હતું આમ તંત્રની આળસને કારણે લોકોને જાતે જ રોડની મરમત કરવી પડે છે. જે તંત્ર માટે જોરદાર લપડાક સમાન બાબત છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne