વાંકાનેર : મોરબીના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી તા. 7 થી 29 ઓક્ટોબર વચ્ચે અલગ-અલગ દિવસો દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા GETCO દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે. જે મુજબ તા. 7 ઓક્ટોબરને બુધવારના રોજ 132 KV વઘાસીયા, 66 KV રાતવીરડા તથા 66 KV માટેલ સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 10ને શનિવારના રોજ 66 KV પીપળીયારાજ સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 14ના રોજ 132 KV વાંકાનેર, 66 KV રાતવીરડા તથા 66 KV માટેલ સબસ્ટેશનમાંથી પાવર બંધ રહેશે. તા. 15ના રોજ 66 KV ચોટીલા સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 21ના રોજ 66 KV લીંબાડા, 66 KV બામણબોર તથા 66 KV રાજગઢ સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 22ના રોજ 66 KV જાલીડા ગામે સબ સ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ તા. 28ના રોજ 66 KV મહીકા, 66 KV લાકડધાર, 66 KV પંચાસર તથા 66 KV સતાપર સબ સ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તેમજ તા. 29ના રોજ ગુરુવારે 66 KV ઠીકરીયાળી સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. આ દરેક સબસ્ટેશનમાંથી નિર્ધારિત તારીખે પાવર સપ્લાય સવારે 8-30થી સાંજે 6-00 વાગ્યા સુધી બંધ રહેશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate