મોરબીઃ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ તારીખ 19 જાન્યુઆરીના રોજ પરશુરામ પોટરી ફીડરના કેટલાક વિસ્તારોમાં સવારે 7.30 વાગ્યા થી સાંજે 3-30 વાગ્યા સુધી વીજપુરવઠો મેન્ટેનન્સના કારણે બંધ રહેશે. પરશુરામ પોટરી ફીડર હેઠળના શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, અનુપમ સોસાયટી, રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, જિલ્લા પંચાયત, સોભેશ્વર રોડ તથા આસપાસનાં વિસ્તારોમાં આવતીકાલે ગુરુવારે વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે તેવું નાયબ ઈજનેર દ્વારા જણાવાયું છે.