કારગિલ યુદ્ધના નાયકની કાયમી યાદી માટે આ વનનું નિર્માણ કરવાનો સંકલ્પ : આજે તા.6થી વન માટે વૃક્ષારોપણની શરૂઆત મોરબી : 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ટક્કર આપીને શહીદી વ્હોરી લેનાર, કારગિલ યુદ્ધના મુખ્ય નાયક અને પરમવીરચક્ર વિજેતા મેજર વિક્રમ બત્રાની યાદમાં ઔષધીય વૃક્ષોનું વાવેતર કરીને આ ઉદ્યાનને 'અમર શહીદ મેજર વિક્રમ બત્રા' તરીકે વિકસાવવાનો નરેન્દ્રભાઈ મહાદેવભાઈ અઘારા દ્વારા લેવામાં આવ્યો હતો. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આજે તારીખ 6ને મંગળવારથી લ્યુકો માઇક્રોનની બાજુમાં, મીલેનીયમ વીટ્રીફાઇડની પાછળ, ચેક ડેમનીની બાજુમાં, ભડીયાદ, તા.જી. મોરબી ખાતે વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી છે. કારગિલ યુદ્ધના મુખ્ય નાયક અમર શહીદ, પરમવીરચક્ર વિજેતા, મેજર વિક્રમ બત્રાના નામની કાયમી યાદી રહે તેમના સ્મરણાથેઁ આશરે 2000 જેટલા ઔષધિય વૃક્ષો વાવી તેનો ઉછેર કરી તે ઉદ્યાનના 'અમર શહીદ મેજર વિક્રમ બત્રા ઔષધીય વન' તરીકે વિકસાવવાનો સંકલ્પ નરેન્દ્ર ભાઈ મહાદેવભાઇ અઘારાએ લીધો છે. આ માટે 'વૃક્ષારોપણ'ની શરૂઆત આજે તા.6ને મંગળવારે સવારે 9-30 થી 1:00 અને બપોરે 3:00 થી 6:00 રાખવામાં આવ્યો છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેવા ભડીયાદ તેમજ આજુબાજુના ગ્રામજનો, સર્વે રાષ્ટ્રભક્તો, સર્વે વૃક્ષ પ્રેમ મિત્રો તેમજ વૃક્ષ પ્રેમી મિત્ર મંડળના સભ્યોને પધારવા માટે અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મો.નં. 9909744344 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne