મહિલા સહિત પાંચ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા વિસ્તારમાં યુવાને માવો ખાઈને બહાર જઈને કોગળો કરવા જતાં ઉશ્કેરાયેલા મહિલા સહિતના પાંચ શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.બી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તાર પાછળ આવેલા માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ ઉર્ફે હકો વાલજીભાઈ અંબાલિયાએ તેમના વિસ્તારમાં રહેતા અમિતભાઇ છગનભાઇ અંબાલિયા, ધનજીભાઈ છગનભાઇ અંબાલિયા,દીપકભાઈ છગનભાઇ અંબાલિયા બળવંતભાઈ છગનભાઈ અંબાલિયા અને લક્ષમીબેન ધનજીભાઈ અંબાલિયા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.23ના રોજ ફરિયાદી માવો ખાઈને બહાર કોગળો કરવા ગયેલ જે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો, આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.