સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી યોગ્ય વ્યવસ્થા કરવા ,સામાજિક અંતરની વ્યવસ્થા તેમજ આવશ્યક સેવાના મુક્તિ પાસનો સમય વધારવા સહિતની કાર્યવાહી કરવાની તમામ અધિકારીને સૂચના આપી મોરબી : વડાપ્રધાન મોદીએ આજે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 3 મેં સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.જેના પગલે લોકડાઉનની વધુ સુદ્રઢ કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડ ઉપર આવી ગયું છે.લોકડાઉન વધવાના પગલે જિલ્લા કલેકટર જે. બી.પટેલે મોરબી જિલ્લામાં લોકડાઉનની જરૂરી કાર્યવાહી કરવા માટે તમામ અધિકારીઓને તાકીદ કરી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવાની સૂચના આપી છે. જિલ્લા કલેકટરે આજે જિલ્લાના તમામ અધિકારીઓને તાકીદ કરી હતી કે ,ઔદ્યોગિક એકમોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન ન જાય તે માટે હાલ આ શ્રમિકો જ્યાં રહે છે ત્યાં તેમના માટે રાશન તથા ભોજન અને રહેઠાણની તેમના માલિકો સાથે રહી યોગ્ય વ્યવસ્થા કરીને શ્રમિકોનું સ્થળાંતર અટકાવવા અને શ્રમિકો અને તમામ જરૂરિયાત મંદોની નિયમિત ભોજન ,રાશન કીટ મળી રહે તે માટે તમામ સંસ્થાઓ સાથે સંકલન સાધીને યોગ્ય વ્યવસ્થા કરવા અને આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન તથા જે એકમોને ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તે એકમોને પરવાનગીની શરતોનું પાલન કરવી ,બિનજરૂરી અવરજવર ઉપર રોક લાગવા ઉપરાંત કરિયાણા ,દૂધ ,મેડિકલ જેવી જીવનજરૂરી આવશ્યક સેવા માટે મુક્તિ પાસ આપવામાં આવ્યા હોય તેઓના મુક્તિ પાસ તા 3 મેં સુધી માન્ય ગણવા અને ઇન્સિડન્ટ કમાન્ડર સિવાઇન મુક્તિ પાસને રદબાતલ ગણી તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.