ફૂટ-ફૂટ પાણી ભરાયેલા હોય અને મસમોટા ખાડાને કારણે વાહન પરિવહન પર માઠી અસર મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા ભારે વરસાદ પડ્યા બાદ તંત્ર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા હજુ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.જેમાં તંત્રના પાપે મોરબીનો વાવડી રોડ હજુ પાણીમાં ગરકાવ છે.અને ફૂટ ફૂટ પાણી ભરાયેલા હોય અને મસમોટા ખાડા પડી જવાથી વાહન પરિવહન પર માઠી અસર પહોંચી છે. મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો.તેથી શહેર આખું જળબંબાકાર થઈ ગયું હતું જોકે બે દિવસથી મેઘ વિરામ થયો હોવા છતાં તંત્રએ શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ ન કરતા ઠેરઠેર પાણી ભરાયેલા છે.જેમાં મોરબીના હાર્દ સમાં વિસ્તાર વાવડી રોડ પર હજુ પણ એક ફૂટ સુધીના પાણી ભરાયેલા છે અને આ રોડ પર ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે.વાવડી રોડ પર કુબેર સોસાયટીથી વીરાપાર્ક સુધી પાણી ભરાયેલા હોય અને ખાડા પડયા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ હોવાથી તંત્ર વહેલાસર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne