મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે તળાવમાં ડૂબી જતાં સગીરનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો હરજીભાઈ બાબુભાઇ કોળી ઉ.વ.16 નામનો સગીર ગત તા.22 સપ્ટેમ્બરના રોજ મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ પાછળ આવેલ તળાવમાં નાહવા પડ્યો હતો. ત્યારે તે તલાવમાં ડૂબી જતાં તેને બહાર કાઢીને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી આજે કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274