મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે બાળકનું કુરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ એક્યુસા સિરામીક એલ.એલ.પી મજુર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા દુલેસીંગ કેશરસીંગ ડેડવા જાતે- આદીવાસી ઉ.વ-૪૦ નામના શ્રમિકનો પુત્ર રાહુલ ઉ.વ-૪ ગઈકાલે તા..૨ ના રોજ આ કારખાનામાં રમતો હતો.તે સમયે લોડર નં જીજે ૧૨ બીજે ૪૨૩૦ ના ચાલકે બેફિકરાયથી લોડર ચાલવીને બાળકને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.આ બનાવની શ્રમિકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે લોડર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.