મોરબી: મોરબી શહેરમાં વસતા તેમજ ચકમપર ગામના પટેલ સમાજના પરિવારોનું 'ઉમિયા પરિવાર ચકમપર' દ્વારા તૃતીય સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 21/12/25, રવિવારના રોજ ભરતવન ફાર્મ, ભરતનગર ખાતે યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં સહપરિવાર જોડાયા હતા.સમારોહમાં ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. ચકમપર ગામના બજરંગ ધૂન મંડળના યુવાનોએ રામ રાસ રજૂ કર્યો હતો, જ્યારે બહેનો દ્વારા પરંપરાગત રાસ-ગરબા રમાયા હતા. આ ઉપરાંત, ગામની બાળાઓ દ્વારા ભવ્ય કલા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દસ વર્ષની પ્રિન્સી કાલરીયાએ 'ચારણકન્યા' અને 'ઝાંસીની રાણી'ની ઝાંખી રજૂ કરી હતી, જ્યારે પ્રાંચી કાલરીયાએ સુંદર ભારત નાટ્યમની પ્રસ્તુતિ આપી હતી.આયોજકો દ્વારા ઉપસ્થિત પરિવારો માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બાળકોના મનોરંજન માટે જમ્પિંગની ખાસ સુવિધા હતી. આ સાથે જ, સમાજ પ્રત્યેના જાગૃતિના ભાગરૂપે આયુર્વેદિક પુસ્તકો તેમજ શાકભાજીના બિયારણનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શાનદાર વ્યવસ્થા અને મહાપ્રસાદ સાથે આ સ્નેહ મિલન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેણે પરિવારના સભ્યો વચ્ચેના સ્નેહ અને એકતાને વધુ મજબૂત બનાવ્યો હતો.