મોરબી : અનલોક-1 દરમિયાન આજે તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી સાવચેતીના ભાગરૂપે મોરબીમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાનું મંદિર હજુ 15 દિવસ સુધી એટલે કે તા. 22 જૂન સુધી બંધ રહેશે. તેમ મંદિરની કમિટીએ યાદીમાં જણાવેલ છે.