છેલ્લા છ મહિનાથી આજુબાજુના વિસ્તારમાં ગટરની ગંદકી ભારે ઉત્પાત મચાવતી હોવા છતાં તાબોટા પડતું તંત્ર મોરબી : મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ પાછળની શેરીમાં ધારાસભ્યના કાર્યાલયની સામે છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવવની ગંભીર સમસ્યા સર્જાય છે.આ વિસ્તારમાં હોસ્પિટલો અને અનેક સ્કૂલ કોલેજ આવેલી હોવાથી ગટરની ગંદકીથી ભારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.જોકે ધારાસભ્યના કાર્યાલય સામે ગટરની ગંદકીએ છ મહિનાથી માજા મૂકી હોવા છતાં તંત્ર ગાંઠતું ન હોવાની સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો. મોરબીના શાનળા રોડ ઉપર મહેશ હોટલ પાછળ આવેલી શેરીમાં છેલ્લા છ મહિનાથી ગટરની ગંદકીએ ભારે ઉત્પાત મચાવ્યો છે.ગટરના ગંદા પાણી આખી શેરીમાં ફરી વળતા ભારે દુર્ગધ ફેલાઈ રહી છે.જોકે આ શેરીમાં હોસ્પિટલો અને અનેક સ્કૂલ કોલેજો આવેલી છે ત્યારે ગટરની ગંદકીથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.જ્યારે ગટરના ખુલ્લા ઢાકણા હોવાથી ગાડી કે સ્કૂટર તેમાં ફસાઈ જતા અનેક લોકોને પડવા આખડવાથી નાની મોટી ઇજા થાય છે તેમજ અહીં હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવતી સગર્ભાઓ તેમજ સ્કૂલે આવતા બાળકોને ભારે ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે.જોકે જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય આવેલ હોવા છતાં આ ગટરની સમસ્યા ઉકેલવાની તંત્ર જરાય તસ્દી લેતું નથી.જોકે ધારાસભ્યના કાર્યાલય સામે ગટરની ગંદકીને તંત્ર ગાંઠતું ન હોય તો અન્ય વિસ્તારની કેવી હાલત થતી હશે તેવો ઉકળાટ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.