મોરબી : મોરબીના સામાકાંઠાના ન્યુઝ પેપર વિતરક આનંદભાઈ જોશીની સોસાયટીના બુઝુર્ગ રહીશો દ્વારા કોરોનાની લડત માટે રૂ. 1,11,111 ના અનુદાનનો ચેક અધિક કલેકટર કેતન જોશીને અર્પણ કરવામાં આવ્યો છે. જેમાં મોટાભેલા ગામના વિતની અને હાલ મોરબી રહેતા છગનભાઈ મુળજીભાઈ નગારા નિવૃત આચાર્ય -સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ, ઉત્તર બુનિયાદી શાળા ભરતનગર તરફથી આ અનુદાન આપવામાં આવ્યું છે. જો કે કોરોનાની લડત માટે બુઝુર્ગો પણ આગળ આવી અનુદાન આપતા હોવાની બાબત સરાહનીય છે.