વન-વે ના કારણે ફરજિયાત આ રસ્તેથી પસાર થતી જનતા ભારે પરેશાનમોરબી : મોરબી શહેરમાં વિકાસના નામે રસ્તાઓ ખોદીને અધૂરા મૂકી દેવાનો સિલસિલો યથાવત છે. ઉમિયા સર્કલથી ગોકુળ મથુરા જવા માટેના રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 1 મહિનાથી ખોદાણ કરીને કામ અધૂરું છોડી દેવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે આ માર્ગને વન-વે કરવામાં આવ્યો છે, જેના કારણે મોરબીની જનતાને ફરજિયાતપણે આ રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. પરંતુ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી ચાલીને જવું કે બાઈક લઈને પસાર થવું અશક્ય બની ગયું છે. રસ્તા પર ગટર અને પાણીની લાઈનો તૂટેલી હાલતમાં છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે અને આસપાસ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.છેલ્લા 1 મહિનાથી કોન્ટ્રાક્ટર આ રસ્તો ખોદીને જતો રહ્યો છે. આ અધૂરા કામના કારણે અંદરની શેરીઓમાં રહેતા લોકોને પોતાના ઘરમાં આવવા-જવા માટેના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તેઓ બાનમાં મુકાયા છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadIssue #Nagarpalika #GokulMathura #UmiyaCircle #PublicIssue #CivicIssue #GujaratNews