મોરબી : મૂળ વાંકાનેરના વતની અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જયંતીભાઈ આંબાભાઈ બારૈયાને રૂ. 1200ની કિંમતનો એક મોબાઈલ મળ્યો હતો. જે મોબાઈલના કવરમાં રૂ. 1200 હતા. રિક્ષાચાલક જયંતીભાઈએ મોબાઈલના મૂળ માલિકની શોધખોળ કરી હતી. અને મોબાઈલના મૂળ માલિક મૂળ ધ્રાંગધ્રાના વતની ઈમ્તિયાઝ યુસુલભાઈ ચૌહાણને પરત આપ્યો હતો. આમ, રિક્ષાચાલકએ મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.