ગઈકાલે કુલ 209 લોકોના સેમ્પલ લેવાયા હતા : 3 સેમ્પલ રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે માસ સેમ્પલિંગ અંતર્ગત 207 અને અન્ય બે શંકાસ્પદ લોકો સહિત કુલ 209 વ્યક્તિના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 2 શંકાસ્પદ સહિત 206 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 3 સેમ્પલ રિજેક્ટ થયા છે. આમ ગઈકાલના તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. મોરબી જિલ્લામાં સોમવારે લેવાયેલા માસ સેમ્પલમાં મોરબી સિવિલમાં 42, હળવદમાં 25, વાંકાનેરમાં 25, જેતપર મચ્છુ કેન્દ્રમાં 25, માળિયામાં 16, ચરાડવામાં 15, લુણસરમાં 10, ટંકારામાં 15, તાલુકા હેલ્થ ઓફીસ, મોરબીમાં 26, ક્રિષ્ના હોસ્પિટલમાં 3 અને આયુષ હોસ્પિટલમાં 5 સહિત 207 માસ સેમ્પલ લેવાયા હતા. જ્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા ટંકારાના 62 વર્ષના પુરુષ અને માટેલ રોડ પર ફેકટરીમાં રહેતા 19 વર્ષના યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ ગઈકાલે બે શંકાસ્પદ સહિત કુલ 209 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી આજે બે શંકાસ્પદ સહિત 206 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 3 સેમ્પલ રિજેક્ટ થયા છે. આમ ગઈ કાલના પણ તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.