રાજકોટ સિવિલમાં દાખલ વાંકાનેરના 60 વર્ષના વૃધ્ધાનો રિપોર્ટ પણ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે ટંકારાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેમના 5 પરિવારજનો સહિત 75 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં બુધવારે 75 લોકોના કોરોના ટેસ્ટ માટે સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ટંકારાના જયનગર ગામના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારના 5 સભ્યોના સેમ્પલ પણ લેવાયા હતા. આ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં દાખલ વાંકાનેર શહેરના 60 વર્ષના મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ આઇસોલેશનમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/