મોરબી : મોરબીમાં છેલ્લે રવાપરમાં રહેતા બેન્ક કેશિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન દુઃખદ મોત થયું હતું. જોકે ત્યાર બાદ તેમના પરિવારજનો અને સહ કર્મીઓના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને એ પછી મોરબી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે મોરબી જિલ્લામાં શનિવારે એક શંકાસ્પદ દર્દીના રિપીટ સેમ્પલ સાથે લેકાયેલા કુલ 58 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.